ભુજ: પાલારા જેલમાંથી ફરી બે બિનવારસુ મોબાઈલ મળી આવ્યા
Bhuj, Kutch | Mar 13, 2026 પાલારા જેલમાંથી ફરી બે બિનવારસુ મોબાઈલ મળી આવ્યા ભુજની પાલારા ખાસ જેલમાં અમદાવાદની ઝડતી સ્ક્વોડના ચેકિંગ દરમિયાન ગટરની કુંડી પાસેથી પ્લાસ્ટિકમાં વીંટાળેલા બે મોબાઈલ ફોન મળી આવ્યા છે. જેલના દવાખાના વિભાગ પાછળ છુપાવેલા આ ફોન કોણ વાપરતું હતું તે જાણવા એફએસએલની મદદ લેવાઈ રહી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.