આજ રોજ પ્રોગ્રામ ઓફિસરશ્રી, આઈ.સી.ડી.એસ. શાખા, જિલ્લા પંચાયત જુનાગઢ દ્વારા માણાવદર ઘટકના બાંટવા સેજા વિસ્તારમાં આવેલ બાંટવા-10, બાંટવા-14 અને બાંટવા-17 આંગણવાડી કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી.મુલાકાત દરમ્યાન બાળકોને આપવામાં આવતા પૂર્વ પ્રાથમિક શિક્ષણ, પૂરક આહારની ગુણવત્તા, બાળકોના વજન તથા ઊંચાઈનું ક્રોસ વેરીફીકેશન, તેમજ ‘પોષણ સંગમ’ અંતર્ગત થતી કામગીરીની વિગતવાર ચકાસણી કરવામાં આવી.