ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા–કુડા નર્મદા બ્રિજ રોડ બંધ થતાં વૈકલ્પિક ડાયવર્ઝન મળતાં વિદ્યાર્થીઓ, કામદાર વર્ગ અને દર્દીઓને ભારે હાલાકી
ધ્રાંગધ્રા તાલુકામાંથી કુડા તરફ નર્મદા કેનાલ નો બ્રીજ જતો મુખ્ય માર્ગ છેલ્લા એક મહિનાથી બંધ રહી ગયો છે. આ માર્ગ બંધ થતાં કુડા સહિતના ૭થી ૮ ગામોના ગ્રામજનોને રોજિંદા અવરજવરમાં ગંભીર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.