ઝઘડિયા વિધાન સભાના ખેડૂતો અને સ્થાનિકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ધારાસભ્ય રિતેશ વસાવાની સતત રજૂઆતો બાદ, કરજણ વાડી કપાત પાઇપલાઇન મારફતે પાણી છોડવાનું વિધિવત સમયપત્રક જાહેર કરવામાં આવ્યું છે. આ બદલ ધારાસભ્યએ રાજ્યના પાણી પુરવઠા મંત્રીનો પત્ર લખીને આભાર પણ માન્યો છે.