ખેરાલુ: ડાલીસણા ગામે ઈજાગ્રસ્ત ધામણ સાપ રેસ્ક્યૂ કરી સારવાર અપાઈ
ખેરાલુના ડાલીસણા ગામે રહેણાંક મકાનની ખુલ્લી જગ્યામાં પતરા નીચે ધામણ સાપ ફસાયેલો જોવા મળતા ખેરાલુના સાપ પકડનારાને બોલાવાયા હતા. સાપ પકડનારે આવીને સાવચેતી પુર્વક ધામણ સાપને રેસ્ક્યૂં કરી ખેરાલુ લાવ્યા હતા અને જીવદયા પ્રેમીનો સંપર્ક કરી તેમને બોલાવી સાપને પ્રાથમિક સારવાર આપી હતી. મલમ પટ્ટી કરી સાપને જંગલ વિસ્તારમાં લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મુક્યો હતો.