સુઈગામ: જિલ્લા ડીડીઓ ને સરહદી પંથકમાં થયેલ પૂરથી નુકસાન મામલે ખેડૂતોને સહાય આપવા રેલી યોજી આપ્યું આવેદનપત્ર...
થરાદ ખાતે વિશ્રામ ગૃહમાં આજે 2000થી વધુ ખેડૂતો ભેગા મળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગુલાબસિહ રાજપુતની ઉપસ્થિતિમાં મોટી સંખ્યામાં ખેડૂતો રેલી યોજી સરકાર વિરોધ નારા બોલાવી જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજૂઆત કરી જણાવ્યું હતું કે સરહદી વાવ ધરણીધર સુઈગામ ભાભર પંથકમાં એક મહિના અગાઉ આવેલ પૂરને લઈને ખેડૂતોને ચોમાસુ પાક નિષ્ફળ ગયો છે.અને જમીન ધોવાણ પણ થયું છે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સહાય પેકેજ જાહેર કરવામાં ન આવતા તમામ ખેડૂતોએ ઉગ્ર રજૂઆત કરી છે.