સંજેલી: સંજેલી MGVCL વિસ્તારમાં વિજિલન્સ ટીમો દ્વારા 66 લાખથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ
Sanjeli, Dahod | Sep 20, 2025 સંજેલી MGVCL વિસ્તારમાં વિજિલન્સ ટીમો દ્વારા 66 લાખથી વધુની શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ.આજે તારીખ 20/09/2025 શનિવારના રોજ સાંજે 5 કલાક સુધીમાં MGVCL અધિકારી દ્વારા આપેલ માહિતી અનુસાર સંજેલીમાં છેલ્લા 3 દિવસ વિજિલન્સ ટીમો દ્વારા અચાનક દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં કુલ 66 લાખ 88 હજારથી વધુ શંકાસ્પદ વીજ ચોરી ઝડપાઇ.