રાજકોટ: મેટોડામાં આવેલી સોસાયટીમાં ચોરી કરવા આવેલા શખ્સો યુવક પર હુમલો કરી લૂંટ કરી ફરાર થયા
Rajkot, Rajkot | Jul 4, 2024 જાણવા મળતી માહિતી અનુસાર મેટોડા માં આવેલ આસ્થા વિલેજ સોસાયટીમાં રહેતા જયેશભાઈ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે અને તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે તેઓના મકાનમાં ત્રણથી ચાર શખ્સો ઘરમાં પ્રવેશ કરેલ હોય અને રૂમમાં રહેલ કબાટ ખોલવાનો પ્રયાસ કરી રહ્યા હોય જે દરમિયાન યુવકના પત્ની જાગી જતા તેણે બૂમ કરતા યુવક અહીં આવેલ હોય જે દરમિયાન યુવક પર સળિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ નાસી ગયેલ હોય તેમ જ મોબાઈલ ફોન અને રોકડ ₹1,000 લઈને ફરાર થઈ ગયા.