રાધનપુર: રાધનપુરના ખોડીયાર નગરમાં તૂટેલી ગટરની સમસ્યાને લઈને મહિલાઓનો નગરપાલિકામાં હલ્લાબોલ
રાધનપુર શહેરની ખોડિયાર નગર સોસાયટીમાં તૂટેલી ગટર લાઈનથી લોકોમાં ભય વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા આરોગ્ય જોખમ ઉભું થયું છે.નગરપાલિકા તંત્ર સામે લોક આક્રોશ સાથે પાલિકાનો ઘેરાવો કર્યો હતો. વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા આરોગ્ય જોખમાયુ છે.ગંદુ પાણી રોડ રસ્તા પર ભરાઈ જતાં દૈનિક જીવન અને આરોગ્ય પર ગંભીર અસર જોવા મળી છે સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે.કે અનેક રજૂઆત છતાં નગરપાલિકા કોઈ કાર્યવાહી કરી નથી