વડોદરા પશ્ચિમ: દારૂ ઢીંચીને તાયફો કરનારા ને પોલીસે ઊઠબેસ કરાવી
શહેરમાં નશેડીઓમાં પોલીસનો ખોફ નથી રહ્યો.ત્યારે વધુ એક નશેબાજે અર્ધનગ્ન થઈ માંજલપુર વિસ્તારને બાણમા લીધો હતો.માંજલપુર હોરીઝોન કોમ્પ્લેક્સ પાસે દારૂડિયાએ ભારે ધમાલ મચાવી હતી.નશાની હાલતમાં અજાણી કારનો કાચ તોડી નુકશાન પહોંચાડ્યું હતું ત્યારે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થતા માંજલપુર પોલીસે મોતીબાગ સોસાયટી માં રહેતા અભિજિત દેસાઈ ની ધરપકડ કરી તેને કાયદાનો પાઠ ભણાવ્યો હતો