વર્ષ 2026 માટે રાપર બાર એસોસિયેશનના હોદ્દેદારોની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. હોદ્દેદારોની નિયુક્તિ માટે મળેલી બાર એસો.ની બેઠકમા ચુંટણી કમિશનર તરીકે ભુપતસિંહ જે. વાઘેલા તથા મદદનીશ ચુંટણી કમિશનર તરીકે બશીર જે. સમેજાની નિમણૂક કરાઇ હતી.પ્રમુખ તરીકે રમેશભાઈ કે. ચાવડા, અનામત મહિલા પ્રતિનિધિ ઉપપ્રમુખ ભાવનાબેન કોલી, મંત્રી તરીકે તુલસીભાઈ કે.મકવાણા, સહમંત્રી બશીર જે. સમેજા, ની વરણી કરાઇ હતી