ભરૂચ: મનરેગા-મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમનું નામ બદલવાના નિર્ણય સામે રેલ્વે સ્ટેશન ખાતે વિરોધ કરાયું
ભાજપ સરકાર મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ નું નામ બદલીને વિકસિત ભારત ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન ગ્રામીણ 2025 એટલે કે જી રામ જી રાખવામાં આવતા ભરૂચ કોંગ્રેસ દ્વારા જીલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રણાની આગેવાનીમાં રેલ્વે સ્ટેશન ખાતે ડૉ.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા બાદ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરી રસ્તો ચક્કાજામ કરવાના પ્રયાસ કરતા પોલીસ દ્વારા તેઓને અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.