ડીસા તાલુકાના ધરપડા ગામે ગ્રામ પંચાયત દ્વારા ગામના સરપંચ અણદીબેન વડુજી સોલંકીના સન્માનમાં તા.8/12/2025 ને સોમવારના રોજ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનોએ તેમના સરપંચ પ્રત્યેનો આદર અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ સન્માન સમારંભમાં ધરપડા ગામના મોટી સંખ્યામાં લોકો અને આજુબાજુના ગામોના સરપંચઓ ઉત્સાહભેર હાજર રહ્યા હતા. કાર્યક્રમની સફળતા માટે ગ્રામજનો અને આગેવાનોએ જહેમત