સિધ્ધપુર: સિદ્ધપુરમાં ઘરમાં મહિલા સાથે છેડતીકરી મહિલાને જાન થી મારી નાખવાની ધમકી આપતા ઈસમ સામે નોંધાઇ ફરિયાદ
Sidhpur, Patan | Sep 14, 2025 સિદ્ધપુરના એક વિસ્તારમાં મહિલા સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી ગોવિંદ પ્રજાપતિએ તેના ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ કર્યો હતો.ઘટના 6 સપ્ટેમ્બર, 2025ના રોજ સવારે 10 વાગ્યે બની હતી. આરોપીએ મહિલા સાથે પ્રેમસંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. મહિલાએ ઇન્કાર કરતાં આરોપી ઉશ્કેરાયો હતો. તેણે મહિલાને ગાળો આપી હતી.આરોપીએ મહિલાની આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. તેની સાથે ઝપાઝપી કરી હતી. મહિલાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતુ