માંડવી: શેરડી ગામની ફોરેસ્ટની જમીનમાં ગેરકાયદેસર ખાનન ઝડપાયો
Mandvi, Kutch | Nov 21, 2025 માંડવી તાલુકાના શેરડી ગામની ફોરેસ્ટની જમીનમાં વન તળાવ પાસેથી બેન્ટોનાઈટના ગેર-કાયદેસર ખનન કરવામાં આવતાં એક હિટાચી અને ૨ ડમ્પર જેમાં અંદાજે ૨૦૦૦ મે.ટન બેન્ટોનાઈટથી ભરેલ જથ્થો વહેલી સવારે કબ્જે કરવામાં આવેલ છે. કબજે લીધેલ મુદામાલ અને વાહનો હાલે ફોરેસ્ટ કચેરી ખાતે રાખવામાં આવેલ છે. જેની આગળની કાર્યવાહી માટે આગળની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. માહિતી સાંજે 7:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.