માણાવદર તાલુકાના બાંટવા ખાતે ગુજરાત સરકાર દ્વારા નવીન બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. બાંટવાથી ગોધરા રૂટની આ નવી બસને માણાવદરના ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી દ્વારા લીલી ઝંડી આપીને કાર્યરત કરવામાં આવી હતી. આ પ્રસંગે ડેપો મેનેજરશ્રી, ડેપોના કર્મચારી ગણ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવી બસ સેવા શરૂ થવા ઉપરાંત, ધારાસભ્યએ ડેપો બસ સ્ટેશનની સફાઈ વ્યવસ્થા, તેમજ લેડીઝ અને જેન્ટ્સ માટેના રેસ્ટ રૂમની સુવિધાઓનું પણ નિરીક્ષણ કર્યું હતું