દસ્ક્રોઈ: અમદાવાદના સરદારનગરમાં દારૂના નશામાં સ્વિફ્ટ કાર ચાલકે 3 ટુ-વ્હીલરને અડફેટે લીધા, એકને ગંભીર ઈજા
અમદાવાદના સરદારનગર વિસ્તારમાં દારૂના નશામાં ધૂત સૂરજ ગાવલે નામના શખ્સે સ્વિફ્ટ કાર હંકારીને ત્રણ ટુ-વ્હીલરને અડફેટે લીધા. આ અકસ્માતમાં કરણ મકવાણા નામના વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ, જેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. .