ખેરાલુ: શ્રીનાથ સોસાયટીમાં 5 ફુટનો કોબરા આવી ચડતા ભય ફેલાયો
ખેરાલુના સાપ પકડનારાને શહેરની શ્રીનાથ સોસાયટીના રહેણાંક ઘરમાં સાપ ઘુસી આવ્યાનો કોલ મળતા તરત પહોંચી ગયા હતા. એક મહિલા કપડે ધોઈ રહ્યા હતા ત્યારે સાપ દેખાતા ભયનો માહોલ ફેલાયો હતો અને ઘર બંધ કરી દેવાયું હતું. સાપ પકડનારે સાપને પકડી જંગલ વિસ્તારમાં લઈ જઈ સુરક્ષિત રીતે છોડી મુકતા હાશકારો થયો હતો.