વંથળી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને 100 વર્ષ પૂરા,શતાબ્દી વર્ષ નિમિત્તે પટેલ સમાજ ખાતે આજે વિજયા દશમી ઉત્સવ ઉજવાયો
વંથલી શહેર ખાતે આજરોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા વિજયા દશમી ઉત્સવ પથ સંચલન સાથે થયો હતો.વંથલી પટેલ સમાજ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમા 18 ગામો માંથી કુલ 105 સ્વયં સેવકો પૂર્ણ ગણવેશ સાથે હાજર રહ્યા હતા.કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે વિઠ્ઠલભાઈ દુધાત્રા અને મુખ્ય અતિથિ તરીકે ડૉ. રાહુલ હિરાણી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ધ્વજારોહણ, પ્રાર્થના, આભાર વિધિ, પરિચય, અમૃતવચન, વ્યક્તિગત ગીત, મુખ્ય અતિથિ નું ઉદબોધન શસ્ત્ર પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા.