ઓલપાડ: પરિયા ગામે બનેલ હત્યાના કેસના આરોપીઓને પોલીસે ઝડપી લીધા.
Olpad, Surat | Oct 9, 2025 સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના પરીઆ ગામના ગૌચર વિસ્તારમાં થયેલી અજાણી મહિલાની ઘાતકી હત્યાનો ગંભીર ગુનો સુરત જિલ્લા પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી કાઢ્યો છે. સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગહિયાના માર્ગદર્શન હેઠળ LCB, SOG અને ઓલપાડ પોલીસ સ્ટેશનની ટીમોએ આ કેસના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.