ખેડા જિલ્લાના કઠલાલ તાલુકાના અપ્રુજી ગામે સ્ત્રીરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અતિ પછાત ગણાતા આ વિસ્તારમાં ત્રિભુવન ફાઉન્ડેશનના ઉપક્રમે સ્ત્રી રોગ નિદાન કેમ્પનું અપ્રુજી દૂધ ઉત્પાદક સહકારી મંડળી ખાતે સફળ આયોજન થયું. સિવિલ હોસ્પિટલમાં સ્ત્રી રોગ સર્જન તરીકે ૩૧ વર્ષ થી સેવા આપતા અને મૂળ આ વિસ્તારના કપડવંજના વતની ડોક્ટર તુષાર એમ શાહ દ્વારા મોટી સંખ્યામાં કેમ્પમાં હાજર સ્ત્રીઓ અને દીકરીઓની સમસ્યાનું નિદાન કર્યું.