તારાપુર તાલુકાના ફતેપુરા અને વાળંદાપુરા ગામે ફૂડ પોઈઝનિંગનો ભયાનક બનાવ સામે આવ્યો છે. ધોળકા તાલુકાના પોપટપુરા વિસ્તારમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં ભોજન લીધા બાદ પરત ફરેલા ગ્રામજનોને એકાએક ફૂડ પોઈઝનિંગની અસર દેખાતાં પૂરો વિસ્તાર હચમચી ગયો હતો.ફતેપુરાના 13 અસરગ્રસ્ત દર્દીઓ સારવાર અર્થે સરકારી હોસ્પિટલોમાં ભરતી થયા હતા.તે સહીત 70 થી વધુ લોકોમાં ફૂડ પોઇઝનિંગની અસર વર્તાઈ હતી.જેઓએ રોહિણી PHC તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી.