પાદરા: પાદરા વિધાનસભા વિસ્તારમાં વડદલા અને ઘાયજ ગામે વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત
Padra, Vadodara | Oct 29, 2025 પાદરા વિધાનસભા ક્ષેત્રના વડદલા તથા ઘાયજ ગામે વિકાસયાત્રાને વધુ ગતિ મળે તે હેતુસર ગામમાં થનાર વિવિધ વિકાસ પ્રકલ્પોના ખાતમુહૂર્તવિધિનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાતમુહૂર્તવિધિ ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા ના હસ્તે, ચૂંટાયેલ જનપ્રતિનિધિશ્રીઓ, સંગઠનના હોદ્દેદારશ્રીઓ, ગ્રામ્ય આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં વૈભવી રીતે પૂર્ણ થયાં.