રાંદેર પોલીસે માહિતીના આધારે શુક્રવારે બપોરના સમય દરમિયાન રાંદેર ઓમકાર રેસીડેન્સી નજીક આવેલ નવી બંધાતી બિલ્ડીંગના પાછળ પતરાના સેડમાં છાપો માર્યો હતો. જ્યાંથી જુગાર રમતા કુલ 13 જુગારીઓને રંગે હાથ ઝડપી પડાયા હતા.સ્થળ પરથી રોકડા રૂપિયા દસ લાખ થી વધુની મત્તા જપ્ત કરવામાં આવી હતી.જ્યારે 17 મોબાઇલ, એક મોપેડ, પાંચ ફોર વ્હીલ કાર મળી 70.13 લાખની મત્તા નો મુદ્દા માલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.