મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આણંદ જિલ્લાના ભાદરણ ગામેથી રાજ્યવ્યાપી ‘ગ્રામોત્થાન યોજના’નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ સમગ્ર રાજ્યમાં કુલ ૨૬૬૬ નવીન ગ્રામ પંચાયત ભવનોના ખાતમૂહૂર્ત કરી ગ્રામીણ વિકાસના નવા અધ્યાયનો પ્રારંભ કરાયો છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ૧૩૩ ગ્રામ પંચાયત ભવનોનું ખાતમૂહૂર્ત કરવામાં આવ્યું હતું ધારાસભ્ય રહ્યા ઉપસ્થિત