આજે તારીખ 12/01/2026 સોમવારના રોજ સવારે 7 કલાકે પોલીસ દ્વારા આપેલ માહિતી અનુસાર દાહોદ નજીક ખંગેલા આંતરરાજ્ય બોર્ડર ઉપર દાહોદ પોલીસની મોટી કાર્યવાહી.ડીવાયએસપી જગદીશ ભંડારીને મળેલી બાતમીના આધારે વિદેશી દારૂની મોટી ખેપ ઝડપાઈ.પોલીસે એમપી તરફથી આવતા બંધ બોડી આઇસર ગાડીની તલાસી લેતા તેમાંથી મળ્યો 63,80,400 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો.કતવારા પોલીસે ઉત્તર પ્રદેશના ચાલક તેમજ ક્લીનરની અટકાયત કરી.