ભેસાણ: તા.૦૪ ડિસેમ્બર સુધી BLO ઘરે ઘરે જઈને મતદારો પાસે એન્યુમેરેશન ફોર્મ ભરાવશે
જૂનાગઢ જિલ્લા કલેકટર તથા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલકુમાર રાણાવસિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લાના તમામ વિધાનસભા મતદાર વિભાગોમાં તા. ૪ નવેમ્બર ૨૦૨૫થી જિલ્લામાં મતદારયાદીની ખાસ સઘન સુધારણા (SIR) કામગીરીનો પ્રારંભ કરાયો છે. જે આગામી તા. ૪ ડિસેમ્બર સુધી યોજાનાર છે. તા. ૦૪/૧૧/૨૦૨૫ થી ૦૪/૧૨/૨૦૨૫ દરમિયાન બૂથ લેવલ ઓફિસર્સ (BLO) ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ (ગણતરી પત્રક) વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે.