માણાવદર તાલુકામાં આવેલ રાધવ જીનીંગ મીલમાં વર્ષ ૨૦૦૮ દરમિયાન છથી સાત અજાણ્યા આરોપીઓએ ફરીયાદી તથા સાક્ષી પર મારમારી કરી ધાડ પાડ્યાનો ગંભીર ગુનો નોંધાયો હતો. આ ઘટનામાં તપાસ દરમિયાન આરોપી શંકર ઉર્ફે શંકરો ભુરજી, રહેવાસી તમામ ગુલબાર, તાલુકો ગરબાળા, જિલ્લો દાહોદના નામો ખુલવા પામ્યા હતા.તે સમયે કરવામાં આવેલી તપાસ દરમ્યાન અન્ય આરોપીઓની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. જોકે, આ કેસમાં જીથરા ભુરજી વાળા છેલ્લા ૧૭ વર્ષથી નાસતા ફરતા હતા.