વડાલી: તાલુકા માર્કેટ યાર્ડમાં દશેરાના દિવસથી કપાસની ખરીદીના શ્રી ગણેશ કરવામાં આવશે.
સમગ્ર સાબરકાંઠા જિલ્લામાં કપાસ વેચવા માટે વડાલી માર્કેટયાર્ડ હબ ગણાય છે. આગામી સિઝનમાં કપાસ વેચવા માટે એટલે કે માર્કેટયાર્ડ દ્વારા દશેરાના દિવસથી ખરીદીનો પ્રારંભ કરવામાં આવશે ત્યારે આજે 11:00 વાગે માર્કેટ યાર્ડના ચેરમેન વિજયભાઈ પટેલે દશેરાના દિવસે કપાસ ખરીદીના શ્રી ગણેશને લઈ પોતાની પ્રતિક્રિયા આપી ખેડૂતોને દશેરાના દિવસે પોતાનો કપાસનો માં લાવવા માટે અનુરોધ કર્યો હતો.