મુન્દ્રા: પ્રાગપર પોલીસ સ્ટેશનમાં PI સંદીપસિંહ ચુડાસમાને ભાવભીની વિદાય
Mundra, Kutch | Apr 1, 2026 પ્રાગપર પોલીસ સ્ટેશનમાં PI સંદીપસિંહ ચુડાસમાને ભાવભીની વિદાય મુંદ્રા તાલુકાના પ્રાગપર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PI સંદીપસિંહ ચુડાસમાની બદલી થતા વિદાય સમારંભ યોજાયો હતો. છેલ્લા ચાર વર્ષથી કચ્છમાં સેવા આપતા ચુડાસમાએ LCB અને દયાપર પોલીસ સ્ટેશનમાં નોંધપાત્ર કામગીરી કરી હતી. તેમની લોકપ્રિયતા અને કુશળ કાર્યશૈલીને કારણે પોલીસ સ્ટાફ અને સ્થાનિક લોકો ભાવુક થયા હતા.