સંજેલી: સંજેલી મામલતદાર કચેરી ખાતે ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું
Sanjeli, Dahod | Nov 1, 2025 આજે તારીખ 01/11/2025 શનિવારના રોજ બપોરે 3.30 કલાકે ફેર પ્રાઈસ શોપ એસોસિએશન દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું. જેમાં વ્યાજબી ભાવના સંચાલકોની માંગણીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું. કમિશન દરમાં વધારો સહિતની વિવિધ માંગણીઓને લઈને આવેદન પત્ર આપવામાં આવ્યું. અને સદર માંગણીઓ જલ્દીથી જલ્દી પૂર્ણ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી.