ઉત્રાણ પોલીસે આપેલી જાણકારી અનુસાર,બુધવારે પોલીસે માહિતીના આધારે સુદામા ચોક નજીક આવેલ સન સાઈન શોપિંગ સેન્ટરના ગ્રાઉન્ડ ફ્લોરના ભાગે આવેલી કૃષ્ણમ પરફ્યુમ એન્ડ વોચ માં છાપો માર્યો હતો.જ્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના 89 બોબીન સાથે ક્રિશ ઠુમ્મર અને કેયુર ગોધાણી ની ઝડપી પાડ્યા હતા.જ્યાંથી 89 હજારથી વધુની મત્તા નો મુદ્દામાલ જપ્ત કરી આગળની વધુ તપાસ ઉત્રાણ પોલીસે હાથ ધરી હતી.