વલાસણા ગામની હદમાં આવતા એક ખેતરમાં યુવકનો મૃતદેહ મળ્યો હોવાની વાત વાયુવેગે ફેલાતા ચકચાર મચી હતી. ખેતરમાં કામ કરતા વ્યક્તિએ વલાસણા સરપંચને જાણ કરતા આગેવાનો દોડી આવ્યા હતા અને વડનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવકની ઓળખ ઉંઢાઈ ગામના સુરેશજી ઠાકોર તરીકે થવા પામી છે જે છેલ્લા એક બે દિવસથી ગુમ હતા. મૃતદેહની પાસે દવાની બોટલ મળી આવતા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે. મૃતદેહ મળી આવવાના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડ્યા હતા.