સુઈગામ: કાણોઠી ગામે પુરગ્રસ્ત મામલે સર્વેમાં ગેરરીતી થતા ગ્રામજનોએ પ્રાંત કચેરી ખાતે કરી રજૂઆત...
આજરોજ સોમવારના બપોરના સમયે સુઈગામ તાલુકાના કાણોઠી ગામના ગ્રામજનો દ્વારા પ્રાંત કચેરી ખાતે રજૂઆત કરી હતી જેમાં જણાવ્યું હતું કે અમારા ગામે 588 રેશનકાર્ડ ધારકો માંથી 288 પરિવારને સર્વે કર્યું નથી અને ગામમાં મકાન પડ્યા છે એના પણ ગામના આગેવાનોના ઇશારે સર્વે કર્યું નથી સર્વ કરવાવાળાએ ગામ લોકો સાથે અન્યાય કરેલ છે જેને લઇને આપને રજૂઆત કરીએ છીએ કે અમારા કાણોઠી ગામે તાત્કાલિક ધોરણે બીજીવાર સર્વ કરી યોગ્ય સહાય આપવામાં આવે તેવી અમારી માંગ છે.