રાષ્ટ્રીય નિર્માણ પાર્ટી ના સચિવ અને સામાજિક આગેવાન એવા નિલેશ ભાઈ ચાવડા એ તા. 15 ડિસેમ્બર બપોરે ખેડુતો ની ખેતરમા મુલાકાત લઇ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ચુડા તાલુકા ગ્રામ વિસ્તારના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી સતત નિષ્ફળ જતા પાક નુકસાની થી પાયમાલ થઇ રહ્યાં છે. સરકારે ખેડૂત અને ખેતી બચાવવા હવે ખેડૂતો ને આર્થિક સહાય નહી પણ પાક ધિરાણ માફ કરવા નો સમય આવી ગયો છે. જે સંદર્ભે રાજ્ય સરકાર મા રજુઆત કરવામાં આવી છે.