મૂળી - થાનગઢ વચ્ચેના હાઈવે પર આજે બે કાર વચ્ચે જોરદાર ટક્કર થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઢેઢુકી ગામના હકુ વેગડને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોએ ઇજાગ્રસ્તને તાત્કાલિક થાનગઢ હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા મૂળી પોલીસ ઘટનાસ્થળે પહોંચી, વાહનો હટાવી ટ્રાફિક પૂર્વવત કરાવ્યો અને અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે.