આજે તારીખ 18/10/2025 શનિવારના રોજ સાંજે 7 કલાક સુધીમાં દાહોદ કૃષિ ઉત્પાદન બજાર સમિતિ (APMC)ની ચૂંટણીની મતગણતરી આજે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ.મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ સર્જાયો ન હતો અને સમગ્ર પ્રક્રિયા પોલીસ બંદોબસ્ત હેઠળ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થઈ.મતગણતરી બાદ વિજેતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી હતી. વિજેતા ઉમેદવારોના સમર્થકો દ્વારા ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી જીતની ખુશી વ્યક્ત કરી હતી.