ખેરાલુ: મછાવા પાટીયા પાસે એક્ટિવા પર વિદેશી દારૂ વેચતો ઈસમ ઝડપાયો
ખેરાલુ પોલીસે બાતમીના આધારે રેડ કરતા મછાવા પાટીયા પાસે કાળા કલરના એક્ટીવાની ડેકીમાં દારૂ રાખી વેચાણ કરતો ઈસમ ઝડપાયો છે. પોલીસે 19 બોટલ દારૂ અને એક્ટીવા મળી કુલ 36767/-ના મુદ્દામાલ સાથે ભવાન ઠાકોરની અટકાયત કરી અન્ય એક ઈસમ સામે પણ ગુનો દાખલ કર્યો છે.