વડોદરા સાંસદ અને જીલ્લા પ્રમુખના અભિવાદન સમારોહમાં કાર્યકરે બળાપો ઠાલવ્યો હતો.સાંસદને યુવા મોરચાના પ્રમુખ અને જીલ્લા પ્રમુખને પ્રદેશ ઉપાધ્યક્ષ બનાવતા અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો.વડોદરાના સાંસદને એક વ્યક્તિ એક હોદ્દાની કાર્યકરે ટકોર કરી હતી.સાંસદ હેમાંગ જોષીની હાજરીમાં મુદ્દો ઉઠાવતા ત્યાં હાજર સૌ કોઈ સ્તબ્ધ થઈ ગયા હતા.કાર્યકરે અભિવાદન સમારોહમાં પોતાનો રોષ ઠાલવતા આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે.