કલકતા થી સોની કામ માટે દરિયાઈ શહેર માંડવી મા સાથાઈ થયેલા બંગાળી પરિવારો દ્વારા મહાકાળી ઉત્સવની ઉજવણી હવેલી ચોક ખાતે કરાઈ રહી છે. ચાર દિવસના આ ઉત્સવમાં આરતી હવન સહિત ધાર્મિક કાર્યક્રમોનું આયોજન અહીં કરાયું છે. વિધિવત પૂજા માટે કલકત્તા થી પૂજારી અહીં માંડવી આવે છે અને વિધિવત રીતે મહાકાળી ના હોમ હવન સહિત આરતી નું આયોજન અહીં કરાતું હોય છે જે એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે.