ગણદેવી તાલુકાના સરીખુર્દ ગેટ પાસે એક અજાણ્યા મોપેડ ચાલકે બેદરકારીપૂર્વક અને પૂર ઝડપે વાહન હંકારી એક અકસ્માત સર્જ્યો હતો. બીલીમોરાથી અમલસાડ જતાં માર્ગ પર સફેદ કલરની મોપેડ ચાલકે ફરીયાદીના પિતા હરીશભાઇ છનાભાઇ પટેલની સીડી ડીલક્સ બાઈકના અકસ્માતમાં હરીશભાઇ પટેલને માથા અને શરીરે ગંભીર ઇજા પહોચી હતી, જ્યારે તેમની પત્ની પ્રવિણાબેનને પાંસળીના ભાગે ફ્રેક્ચર થયુ હતું. અકસ્માત બાદ મોપેડ ચાલક ફરાર થઈ ગયો જે અંગે ફરિયાદ નોંધાઈ.