પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી cr પાટીલ ના હસ્તે 21 દિવ્યાંગો ને અર્પણ
Majura, Surat | Sep 17, 2025 કેન્દ્રીય કેબિનેટ જળશક્તિ મંત્રી સીઆર પાટીલ ના હસ્તે અંબાનગર ખાતે 75 પૈકી 21 દિવ્યાંગો ને ટ્રાઇસિકલ અર્પણ કરવામાં આવી હતી.સીઆર પાટીલે જણાવ્યું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી સેવાકીય પખવાડિયા તરીકે મનાવવામાં આવી રહ્યો છે.સુરતમાં 6 હજાર સફાઈ કર્મચારીઓના સન્માન ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.કર્મચારીઓના બાળકોના અભ્યાસથી લઈ લોન સુધીની વ્યવસ્થા હવે કરવામાં આવશે.જે માટે દાતાઓ દ્વારા દસ કરોડનું ફંડ આપવામાં આવ્યું છે.