6 ડિસેમ્બર એટલે ભારતીય હોમગાર્ડ દિવસ. પોલીસ જવાનો સાથોસાથ ખભે ખભો મિલાવી વિવિધ પોલીસ બંદોબસ્ત તથા રાત્રી પેટ્રોલીંગ માં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન યુનિટ ની ફરજ સેવા એ નોંધનીય રહી છે. આજે 6 ડિસેમ્બરે સવારે 10 વાગે લીંબડી હોમગાર્ડ જવાન યુનિટે લીંબડી ભોગાવો નદી કાંઠે આવેલા સ્મશાન ગૃહ ની સાફ સફાઈ કરી સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ યોજી હોમગાર્ડ ડે ની ઉજવણી કરી હતી આ પ્રસંગે હોમગાર્ડ કમાન્ડર બ્રિજરાજ સિંહ ઝાલા તથા નિલેશ ભાઈ રાવલ વગેરે ટીમ ઉપસ્થિત રહ્યા હતા