જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વરસાદી માહોલ વચ્ચે મતદારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળ્યો, મતદારોની લાંબી કતારો લાગી
Palanpur City, Banas Kantha | Jun 22, 2025
ગ્રામ પંચાયત ચૂંટણી ૨૦૨૫ને લઈને બનાસકાંઠા જિલ્લામાં મતદારોમાં મતદાનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આજે વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે પણ લોકો મતદાન કરવા આગળ આવ્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આજે કુલ ૩૨૨ ગ્રામ પંચાયતોમાં શાંતિપૂર્ણ માહોલમાં સવારે ૭ વાગ્યાથી મતદાન શરૂ થયું છે. ૩૨૨ પંચાયત પૈકી ૩૦૩ ગ્રામ પંચાયત સામાન્ય તથા ૧૯ ગ્રામ પંચાયત ખાતે પેટા ચૂંટણીનું આયોજન કરાયું છે.