રાજુલાના કડીયાળી ગામ નજીક વાડી વિસ્તારમાં દિપડો જોવા મળ્યો હતો. અને ગામનાં સરપંચ અને આગેવાનોએ વનવિભાગને જાણ કરવામા આવી હતી. દીપડાની રંજાડ હોવાને કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો.જે બાદ રાજુલા વનવિભાગે ગંભીરતા રાખીને તુરંત ગતરાત્રીએ દીપડાને પકડી પાડવા માટે પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. અને આજરોજ તારીખ 4/4/25 શુક્રવાર બપોરના 12 વાગ્યા સમયે વનવિભાગ દ્વારા દિપડાને પાંજરે પુરવામાં સફળતા મળી હતી. દિપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહત શ્વાસ લીધો.