ધોળકા: ધોળકા નગરપાલિકાની અંતિમ સામાન્ય સભા મળી, અંદાજપત્ર અને વિકાસના કામો મંજુર કરાયા
આજરોજ તા. 30/01/2026, શુક્રવારે બપોરે 12 વાગે ધોળકા નગરપાલિકાના સભાખંડમાં ધોળકા નગરપાલિકાની સામાન્ય સભા નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મોવાણાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં અંદાજપત્ર અને વિકાસ કાર્યો મંજુર કરાયા હતા. વિપક્ષ કોંગ્રેસનમાંથી માત્ર એક જ કાઉન્સિલર મનસુરખાન તાલુકદાર હાજર રહ્યા હતા.