વાવ: ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઇ આપી પ્રતિક્રિયા
આજરોજ સોમવારના બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં પૂરગ્રસ્ત વિસ્તારમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડા તેમજ સાંસદ ગેનીબેન ઠાકોર જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત સહિત કોંગ્રેસના આગેવાનો સરહદી પંથકમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.જેમાં પ્રભાવિત પરિવારોની વ્યથા સાંભળી અને તેમને સહાય માટે વિશ્વાસ આપ્યો હતો. સાથે 25 ગાડી ઘાસચારો પણ પૂરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતોને વિતરણ કર્યું હતું.