અડાજણ: સુરત રેલવે સ્ટેશન પાસે સગીરા સાથે દુષ્કર્મ આચરનાર યુપીનો આરોપી ઝડપાયો
Adajan, Surat | Sep 15, 2025 સુરત રેલવે પોલીસે પોક્સો એક્ટ હેઠળના એક ગંભીર ગુનામાં ફરાર આરોપીને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. આ આરોપીએ મૂળ સોનગઢની એક 13 વર્ષીય સગીરા સાથે રેલવે સ્ટેશન નજીક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે.આરોપીની ઓળખ રવિશંકર ઉર્ફે નિતેશ તરીકે થઈ છે. તે ઉત્તર પ્રદેશના ભદોહી જિલ્લાનો રહેવાસી છે. ભોગ બનનાર કિશોરીએ પોલીસને જણાવ્યું હતું કે આરોપી રવિશંકરે જુલાઈથી ઓગસ્ટ મહિના પોસ્ટ ઓફિસ નજીક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.