કેશોદ: ખીરસરા ગામે મામા–ભાણી જેવા પવિત્ર સંબંધોને શરમમાં મૂકતી ઘટના પ્રકાશમાં આવી
ખીરસરા ગામે મામા–ભાણી જેવા પવિત્ર સંબંધોને શરમમાં મૂકતી ઘટના પ્રકાશમાં આવી છે.કેશોદ તાલુકાના ખીરસરા ગામમાં સગીરા ઉપર સગા મામાએ દુષ્કર્મ આચર્યાનું ગંભીર પ્રકરણ સામે આવ્યું છે. મહત્વનું છે કે, થોડા મહિના અગાઉ સગીરાના અપહરણ અંગે ફરિયાદ નોંધાઈ હતી, અને હવે કોર્ટમાં સગીરાએ આપેલા નિવેદન બાદ આ કલંકિત હકીકત બહાર આવી છે. પોલીસે ઝડપથી કાર્યવાહી કરી આરોપી મામાને ગણતરીના કલાકોમાં વલસાડથી ઝડપી પાડ્યો છે.