ખંભાત: ઠંડીમાં બાળકોને બહાર બેસાડનાર એસ.બી.વકીલ ઈંગ્લીશ મીડિયમ સ્કૂલના આચાર્યાને શિક્ષણ વિભાગે શોકોઝ નોટીશ પાઠવી.
Khambhat, Anand | Nov 20, 2025 ખંભાતની ધી કેમ્બે એજ્યુકેશન સોસાયટી સંચાલિત એસ.બી.વકીલ ઈંગ્લીશ મીડીયમ સ્કૂલમાં મહિલા આચાર્યા દ્વારા મોડા આવનાર વિદ્યાર્થીઓને બહાર બેસાડી રાખ્યા હતા અને વાલીઓ સાથે પણ ઓરમાયું વર્તન કરવામાં આવ્યું હતું.સદર મુદ્દે વાલીઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની રૂબરૂ મુલાકાત કરી આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી છે.અને પ્રિન્સિપાલ સામે કાયદેસર કાર્યવાહીની માંગ ઉચ્ચારી છે.આ અંગે ગુરુવારે સાંજે 4 કલાકે DPEOએ પ્રતિક્રિયા આપી હતી.